Skip to content

????? ????? arrow ??????
સહાયતા छापें
  1. બ્લોગ શું  છે?
    બ્લોગ વિચારો વ્યક્ત કરવાનું એક સશક્ત માધ્યમ  છે. બ્લોગ  તમે ઓનલાઇન ડાયરી ની જેમ પણ લખી શકો છો અને તમારા પોતાની નિયમિત કોલમ ની જેમ પણ લખી શકો છો. એ ખુબ જ સરળ છે.

  2. શું મારો બ્લોગ બધા વાંચી શકશે?
    તમારો બ્લોગ બધા વિજીટર્સ વાંચી શકશે. ઓટલો ના બધા બ્લોગ ઓપન એટલે કે વાંચવાં માટે ખુલ્લા રહેશે.

  3. શું મારે લખવા માટે કોઈ ફોંટ ડાઉનલોડ કરવાના રહેશે?
    ના તમારે કોઈ પણ ગુજરાતી ફોંટ ડાઉનલોડ કરવાના રહેશે નહિ. ઓટલો ઉપર ગુજરાતી બ્લોગ લખવા માટે એક રાઇટર ઇંસ્ટાલ છે. જેની મદદ થી તમે સરળતા થી ગુજરાતીમાં લખી શકો છો. આ ઉપરાંત તમારા બ્લોગ એડિટરમાં ગુજરાતી લખવા માટેનું પ્લગઇન ઇંસ્ટોલ કરેલું જ છે.

  4. શું લોકો મારા બ્લોગ પર પોતાના મંતવ્યો આપી શકશે?
    જીહા, બધી પોસ્ટો પર કમેંટ આપવાની સુવિધા ઇંસ્ટોલ કરેલ છે. કોઈ પણ વાચક કમેંટ ટુલ દ્વારા પોતાના વિચારો રજુ કરી શકે છે.

  5. શું મારા બ્લોગનું  પોતાનું એડ્રેસ રહેશે?
    જીહા, તમારા બ્લોગ નું પોતાનું એડ્રેસ રહેશે. દાખલા તરીકે જો તમે abcd યુજરનેમ થી તમારો એકાઉંટ બનાવશો, તો તમારા બ્લોગ નો એડ્રેસ રહેશે: www.tarakash.com/otalo/abcd.html

  6. મારે એકાઉંટ કેવી રીતે બનાવવું?
    જમણી બાજુ જુઓ. ત્યાં એક લોગિન મોડ્યૂલ આપેલ છે. ત્યાં રજિસ્ટ્રેશન લિંક છે. એની ઉપર ક્લિક કરો. રજિસ્ટ્રેશન પેજ પર તમારે જરુરી માહિતી  આપવાની રહેશે  અને તમારો યૂઝરનેમ અને પાસવર્ડ લખવાનો રહેશે. એ પછી એક એક્ટિવેશન લિંક તમારા રજિસ્ટર્ડ ઈમેલ ઉપર મોકળવામાં આવશે. એ એક્ટિવેશન લિંક ઉપર ક્લિક કર્યા પછી તમેં ઓટલો માં લોગિન કરી શકશો.

  7. લોગિન કર્યા પછી મારે બ્લોગ કેવી રીતે લખવો?
    એની બે પદ્ધતિ છે:

    1. લોગિન કર્યા પછી તમને જમણી બાજુ "મારો બ્લોગ ડેશબૉર્ડ" નામથી લિંક દેખાશે. એ લિંક પર ક્લિક કર્યા પછી તમને "નવી પોસ્ટ લખો" બટન દેખાશે. નવી પોસ્ટ લખવા માટે તમારે એ બટન ક્લિક કરવાનું રહેશે. તમે જ્યારે એ બટન ને ક્લિક કરવાથી ત્યાં એક એડિટર ખુલશે, જ્યાઁ તમે તમારી પોસ્ટ લખી શખશો.

    2. તમે જ્યારે લોગિન કરશો, ત્યારે તમને તમારો પ્રોફાઇલ પેજ દેખાશે. એ પેજ ઉપર "મારો બ્લોગ" ટેબ ખુલ્લી હશે, જ્યાઁ તમને "મારો બ્લોગ ડેશબૉર્ડ' લિંક દેખાશે. એ લિંકને દબાવતાઁ તમારો બ્લોગ પેજ ખુલી જશે, જ્યાઁ "નવી પોસ્ટ લખો" બટન હશે.

  8. બ્લોગ એડિટર તો ખુલી ગયુઁ, પણ હવે ગુજરાતીમાં કેવી રીતે લખવું?
    બ્લોગ એડિટર મા ઉપર ટુલબાર છે. એ ટુલબાર માં તમને એક પોપઅપ મેનુ દેખાશે જેમાં લખ્યું હશે "Select Language". તમારે એ મેનુ માં થી ગુજરાતી સિલેક્ટ કરવાની રહેશે. પછી તમે ગુજરાતી માં ટાઇપ કરી શકશો.

    જો તમારે વચ્ચે ઇંગ્લિશમાં લખવું હોય તો મેનુ માં થી English સિલેક્ટ કરવાની રહેશે અથવા તો F12 કી દબાવવાની રહેશે.

  9. લખવાં માટે ગુજરાતીના કયા  ટાઇપરાઇટરનો ઉપયોગ  કરવો?
    આ પ્લગઈન દ્વારા તમે "Transliterate" પદ્ધતિથી ગુજરાતી લખી શકશો. દાખલા તરીકે જો તમારે "ઓટલો" લખવો હોય તો ટાઇપ કરવાનો રહેશે "oTalo" . ટુંકમાં તમારે મોટા ભાગે રોમન ઇંગ્લિશમાં જ લખવાનું રહેશે, અને એડિટરમાં એ ગુજરાતી લિપિમાં છપાશે. આ ઉપરાંત વધુ સહાયતા માટે તમે "Help" બટન ક્લિક કરી શકો છો, અથવા મુખ્ય મેનુ માં આપેલ "ગુજરાતી ટાઇપરાઇટર" પર ક્લિક કરી શકો છો, એ ટુલ માં આખું ટાઇપરાઇટર આપેલ છે.

  10. હું બ્લોગનું શીર્ષક  ગુજરાતીમાં લખવાનો પ્રયત્ન કરું છું, પણ એ ઇંગ્લિશમાં આવે છે?
    હા, તમે ગુજરાતી પ્લગઈન દ્વારા ટાઇટલ ને ડાયરેક્ટ ગુજરાતી લિપિ માં લખી શકશો નહિ. એ માટે તમારે, પોસ્ટ લખવા માટેના પેડ પર તમારી પોસ્ટનો ટાઈટલ લખવાનો રહેશે અને પછી ત્યાંથી કોપી કરીને ટાઇટલ પર પેસ્ટ કરવાનોં રહેશે. (કોપી માટે Control+C અને પેસ્ટ માટે Control+V) .

  11. મારો બ્લોગ ક્યાં સંગ્રહિત  થશે?
    તમારો બ્લોગ તમારા નામ થી save થશે અને તમારા બ્લોગ પેજ પર અને મુખ્ય પેજ એમ બન્ને જગ્યાએ આવશે.

  12. મારા બ્લોગ પર કોનોં અધિકાર રહેશે?
    લેખક નો જ ! તમે તમારા બ્લોગ ને ક્યારે પણ એડિટ કરી શકો છો, અથવા કોઈ પણ પોસ્ટ ને ડિલિટ પણ કરી શકો છો.

  13. મારે મારી પ્રોફાઇલ ડિલિટ કરવી હોય તો શું કરવું?
    ો કે અમે ક્યારેય નહિ ઈચ્છિએ કે તમે તમારી ઓટલો પ્રોફાઇલ ને ડિલિટ કરી દો, પણ એ તમારો અધિકાર છે કે તમે ગમે ત્યારે પોતાની પ્રોફાઇલ બંદ કરી દો. એ માટે તમારે અમને સમ્પર્ક કરવાનો રહેશે. એ પછી અમે તમારી પ્રોફાઇલ ડિલિટ કરી દઈશું.

  14. મારી પોસ્ટ કોણ વાંચશે?
    તમારી પોસ્ટ હજારોં લોકો વાંચશે. આ એક ઓનલાઇન ડાયરી હશે, જે ઇંટરનેટ નામના વિશાળ દરિયા માં સદા માટે ખુલ્લી રહેશે. હમણાં અને આવનારા વર્ષો મા પણ ગુજરાતી જાણનારા વાચકો તમારા વિચારોને વાંચવા માટે આવશે. ઓટલોની પોસ્ટ અમારા ગુજરાતી બ્લોગ ફીડ્સ એગ્રીગેટર તોરણ માં પણ જાય છે, જે થી કરીને ઘણાં ગુજરાતી બ્લોગ રીડર તમને મળશે.

Known Bug:

  1.  એક વાર લખવાનું શરૂ કર્યા પછી મારું લખાણ ડિલિટ થતું નથી?
    હા, અમુક બ્રાઉજર માં શક્ય છે કે આવું હોય. અમારી ટીમ એ બગને સુધારી રહી છે.

    જો તમને એ મુશ્કેલી આવી રહી હોય તોઃ

    એક વાર ભાષાનાં મેનુમાંથ ઇંગ્લિસ ભાષા સલેક્ટ કરો, પછી ઇંગ્લિસમાં કઇંક લખો, હવે એ ડિલિટ કરી દો અને ફરી થી ગુજરાતી ભાષા સલેક્ટ કરી લો. હવે તમને વાક્ય કે શબ્દો ડિલિટ કરવામાં મુશ્કેલી આવશે નહી.

    આ ઉપરાંત તમે ગુજરાતી ટાઇપરાઇટર ટૂલ દ્વારા પણ લેખ લખી શકો છો.
 

??? ?????? ???

અત્યારે 1 મેહમાન ઑનલાઇન છે

?????????? ???

Enter your email address: